Saturday, 17 April 2021

Sodha Rana history

 સોઢા રાણા,,,સોઢા શબ્દ સંસ્કૃત ની સોઢ થી બનેલું છે,જેનો અર્થ થાય છે સખત,કઠણ,સહેસણ,વીર બહાદુર, સોઢા જી વીર પુરુષ હતા, સાખલા નું બીજું નામ વાઘ  અથવા વાઘમ સાખલો હતું, કારણ કે નાની ઉંમરમાં વાઘ નો શિકાર કરેલો હતો, રાજા બાહડરાય ના રાજા છાહડરાય થયા, થોડોક સમય બાડમેર મા રાજ કર્યું, બાડમેર નામ બાહડરાય પરમાર રાજા ઉપર થી પડ્યું છે, અને પછી શિવ કોટડો વસાવ્યું,અને આંબા વાડી મા મહેલ બંધાવ્યો,અને શિવ મંદિર પણ બનાવેલ, કોઇ કારણોસર રાજા છાહડરાય નાં હાથ માંથી બાડમેર સરકી ગયું, અને શિવ કોટડા મા પોતાની રાજધાની સ્થાપી રાજ કરવા લાગ્યા, કર્મ સંજોગો તેમના લગ્ન ઇન્દ્ર ની પરી પહુપાવતી સાથે થયા, જેમાં થી સોઢા જી સાખલાજી ને દેવિ શક્તિ ,,,,સચિયાય,,,(કલ્યાણ કુંવરી)નો જન્મ થયો, એટલે સોઢા,સાખલા, ને સચિયાય દેવી ,,પરી પુત્ર કહેવાય છે, સોઢોજી રાણો,,,,છાહડરાયજી ના પાટવી કુંવર સોઢા જી શિવકોટડા ની ગાદી પોતાના ભાઈ સાખલા ને સોંપી , પોતાના શુરવીર સિપાહી ઓ સાથે સિંધ તરફ રવાના થયા, સવંત ૧૨૨૨ મા રતોકોટ કબજે કર્યો, સોઢા જી બહાદુર લડવૈયા અને બહુજ કુશળ યોધ્ધા હતા, અને તેઓ ,,પરી,,, નાં કુખે થી જન્મેલા હોવાથી જેવા સુરા હતા તેવાજ સુંદર અને ,,, સોહામણા,,,હતા, તેઓ ,અવતારી ,, પુજનીય,,, પુરુષ કહેવાતા હતા, ,,,સોઢો રાણો,,,નામ લેતા કે સાંભળતાં એકચોટ સૌ નાં હૈયાં મા ગૌરવ ઉત્પન્ન થતો,સિંધ અને ઢાટ મા સોઢો,,રાણો,,,નામ રાખી હિન્દુ મુસ્લિમ સૌ ગૌરવ લેતા હતા, લગ્ન પ્રસંગે આજે પણ લગ્ન ગીતો મા સોઢો રાણો , મહેન્દ્રરો રાણો ,ખીહરો રાણો, ના ગીતો હુલામણા થી ગાય છે, ગુઢાર્થ,ગુજારથ,સાખીઓ,ચોપાયો, અને ગીતો મા પણ સોઢા રાણા ને પહેલો નંબર આપેલ છે,,,, સોઢા જી ના આવા પ્રભાવ થી પાછડ થી તેમના વંશજો સોઢા રાણા કહેવાયા, આજે પણ નાના મોટા ને સોઢા કહેવાતાં ગજ ગજ છાતી ફુલાય છે,અને સોઢા શબ્દ ની અમાન્ય જાડવી, પોતાની પાઘડી મા ,,,ઓરખાણ ,જાડવી રાખી છે, કોઈ સમયે મુછ ના વટમા, પછી પાઘડી મા , અને હવે જીભ ની અણી ઉપર સ્થાન છે, સોઢા જી ૧૦૦૦ વર્ષ પહેલાં આબુ નો ઈતિહાસ સોઢાયણ ગ્રંથ,મુહતા નેણસી રી ખ્યાત,બાકિદાસ રી ખ્યાત,ગોરીશંકર ઓઝા લીખીત રાજપુતાના ઈતિહાસ,જનરલ ટોડ લીખીત રાજપુતાના ઈતિહાસ, અમરકોટ ઢાટ થરપારકર સિંધ નો ઈતિહાસ, અમરકોટ રા અગોણા રાણા,,,,બાય નેતસિહ મહાસિહજી સોઢા ઝુરા કેમ્પ ભુજ કચ્છ 🙏🙏#netsinghsodha



No comments:

Post a Comment