Thursday, 19 August 2021

સોઢા પરમાર


  •  સોઢા પરમાર,,,,,,,,,


જોમબાઈ મા' ના ધાવણ ઉજાળયા,ખેલ ખાંડા નાં ખેલી,

એક તેતર ને કારણે ,વીરો એ અમુલા મસ્તક દીધાં મેલી,,,,,,,,


દાન દક્ષિણા બધે અપાતી,પણ મૂળી ની રીત નિરાલી,

શેશાજી એ સિંહ અર્પી ને , અહીં અદભુત ગાથા સર્જેલી,,,,,,,,


રાજા ભોજ ને વિક્રમ કુળ નાં, આ સોઢા પરમારો ની હવેલી,

લખધીર જી ,શેશાજી , મુંજાજી, ની નગરી છે આ અલબેલી,,,,,,,


મૂળી છે નગરી બહુમુલી , એની ગાથા શોર્ય ભરેલી,

માંડવ રાયે વાસ કીધો અહીં,થયી પરમારો ની બેલી,,,,,,,,


ચારણ બ્રાહ્મણ કવિ પંડિતે , જેને છોટી કાશી કહેલી,

કેકાણ તણી ઉમદા ઓલાદો,આ ધરતી મહીં નિપજેલી,,,,,,


ગઢ કે કિલાં નહોતા લોખંડી, કે નહોતી ઉંડી ખાઈ કરેલી,

તોય ઉભી છે અજય બની ,નગરી કોઇ ને નહીં,,, નમેલી,,,,,


    જય માંડવ રાયજી દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏નેતસિહ મહાસિહજી સોઢા ,,,,,,

1 comment:

  1. જય માતાજી
    આપના વોટ્સએપ નો. કે મો. નો. માં વાત થઈ સકે તેમ હોઈ તો જણાવજો અથવા તમારા mail id કે ફેસ બુક માં સંપર્ક થઈ સકે એમ હોઈ તો મેહરબાની કરી ને જણાવશો

    ReplyDelete